બોલિવુડ એક્ટર રાજકુમાર રાવે તેની એક્ટિંગના દમ પર પોતાનુ અલગ નામ બનાવ્યું છે………રાજકુમાર રાવ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગેમ-ચેન્જર તરીકે જાણીતો છે. તેને પડકારજનક રોલ ભજવવા પસંદ છે,પરંતુ ઘણી વખત આ શક્ય ન હોય ત્યારે તે કોઇ પણ રોલ સ્વીકારી લે છે.”એવું જરૂરી નથી કે, હંમેશા મુખ્ય પાત્ર ભજવવાની જ તક મળે. સારા રોલની મને લાલચ છે, તેમજ સ્ટોરીમાં મહત્ત્વનું પાત્ર ભજવવું પસંદ છે, પરંતુ હું એ સારી રીતે જાણું છુ કે, આ હંમેશા શક્ય હોતું નથી. તેથી જ્યારે મનપસંદ પાત્ર ભજવવાની તક ન મળે ત્યારે તે જે મળે તે સ્વીકારી લઉં છું. ” તેમ રાજ કુમાર રાવે જણાવ્યુ હતું.અભિનેતા મોટે ભાગે કારકિર્દીમાં વિવિધ પાત્રો ભજવે છે. તેને પોતાના કામ સાથે નવા નવા અનુભવ લેવા પસંદ છે, એમ તેણે વધુમાં કહ્યું હતું. તેનુ કહેવું છે કે, લોકોને હસાવવા એ મુશ્કેલભર્યું કામ છે……..રાજકુમારની ફિલ્મ સ્ત્રી, મેડ ઇન ચાઇના જેવી ફિલ્મમાં કોમેડી રોલમાં જોવા મળ્યો હતો….રાજકુમાર વિવિધ જોનરની ફિલ્મોમાં કામ કરવા ઇચ્છે છે……..
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
