આજકાલ વધતા જતા પ્રદુષણને લઈને લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેને લીધે મોટાભાગે લોકોને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ રહી છે. તેમાં પણ ખાસ કરીને લોકોમાં શ્વાસની બીમારીઓ હવે ઉત્તરોતર વધી રહી છે જેના માટે મુખ્યત્વે પ્રદુષણ જવાબદાર છે. વાયુ પ્રદુષણ ઉપરાંત એક સંશોધન અનુસાર ભારતમાં મચ્છર ભગાડવાની કોઇલ ઓરડામાં સળગાવવાથી, તેના ધુમાડાને શ્વાસમાં લેવાથી પણ ગંભીર શ્વાસના રોગો થવાની શક્યતા રહેલી છે. જેમ સિગરેટ ન પીવાની સાથે સાથે સિગરેટ પીનારાથી પણ દૂર રહેવું જરૂરી છે, તેમ જ સ્મોકિંગ કરતા લોકોની સાથે સાથે, હવે એર પોલ્યુશનના કારણે નોન સ્મોકર્સમાં પણ શ્વસન તંત્રના રોગ થવાની શક્યતા રહેલી છે. ધ બર્ડન ઓફ ઓબ્સ્ટ્રેક્ટિવ લંગ ડિસીઝ સંસ્થા દ્વારા કરાયેલા અભ્યાસ મુજબ વિશ્વમાં ૧૦.૧ ટકા લોકોને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ હોય છે. આ રોગની સૌથી મોટી સમસ્યા એ છે કે દર્દી જયારે ડોકટર પાસે આવે ત્યારે ઓલમોસ્ટ બીજા કે ત્રીજા તબક્કામાં રોગ પ્રવેશી ચૂકયો હોય છે. ભારતમાં આ રોગ ૧પથી ૧૭ ટકા લોકોમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, એક રાતે એક કોઇલ સળગાવીને બંધ રૂમમાં સૂઇ જાવ તે ૧૦૦ સિગારેટ પીવા જેટલું નુકસાન કરે છે. આથી મોસ્કિટો રેપેલન્ટ અગરબત્તી સળગાવવી નહિ તેમજ પ્રદુષણથી બચવા માસ્કનો ઉપયોગ કરવો આવશ્યક છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
