આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો ફીટ અને તંદુરસ્ત રહેવા માટે હેલ્ધી ફૂડ લેવાનું વધારે પ્રીફર કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે, આ માટે લોકો સલાડ, ફ્રુઈસ તેમજ વેજીટેબલ્સનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત જે લોકો જંક ફૂડ ખાવાનું પ્રીફર કરે છે , તેમાં પણ ચીઝ, મસ્ટર્ડ તેમજ મેયોનીઝનો વપરાશ થાય છે. જોકે, મેયોનીઝ આમ તો બિનઆરોગ્યપ્રદ છે, કારણ કે તે કેલરી અને ચરબીમાં ઉમેરો કરે છે. 100 ગ્રામ મેયોનીઝમાં વિટામિન્સ અને ખનિજો જેવા કે પોટેશિયમ, સોડિયમ, પ્રોટીન, કોલેસ્ટ્રોલ, વિટામિન એ, વિટામીન બી 12, વિટામિન ડી અને લોહનો સમાવેશ થાય છે. તેમાં વિટામિન ઇ અને કે જે ત્વચા અને વાળના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. મળતી માહિતી અનુસાર, મેયોનીઝ પ્રવાહી તેલથી બનાવવામાં આવે છે જે સંપૂર્ણપણે સંતૃપ્ત ચરબીથી બને છે. ઓલિવ ઓઈલને મેયોનીઝમાં ઉમેરવામાં આવે છે, જેમાં લગભગ 124 કેલરી પ્રતિ ટેબ્સ હોય છે. જોકે, મેયોનીઝ બનાવતી વખતે કોઈપણ પ્રકારના તેલનો ઉપયોગ કરી શકાય છે. વધુ માત્રામાં મેયોનીઝનો વપરાશ હૃદય રોગના જોખમમાં વધારો કરી શકે છે. આથી વધારે પ્રમાણમાં મેયોનીઝ્નું સેવન ટાળવું જોઈએ.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
