આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પોતાને ફીટ તેમજ તંદુરસ્ત રાખવા પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન લોકો ચીઝનો સૌથી વધુ પ્રમાણમાં વપરાશ કરે છે. સામાન્ય રીતે જંક ફૂડમાં તેમજ હેલ્ધી ફૂડમાં ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે, ચીઝ હેલ્ધી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ હોય છે. આથી લોકો ચીઝનું સેવન કરતા વધુ પ્રમાણમાં જોવા મળે છે. મળતી માહિતી અનુસાર, ચીઝના ઘણા પ્રકાર છે. જેમાંથી એક છે, પરર્મિઆનોઆ-રેગીઆનો. સામાન્ય રીતે આ ચીઝને પરમેસન ચીઝ તરીકે ઓળખવામાં આવે છે. ગાયના દૂધમાંથી બનાવેલી આ ચીઝ સૌથી વધુ આરોગ્યપ્રદ ચીઝ છે. તે મોટેભાગે પીઝા અને સીઝર સલાડ જેવી વાનગીઓ પર છીણવામાં આવે છે. પરમેસન ચીઝમાં કેલ્શિયમની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. જે હાડકાં અને દાંતને મજબૂત કરવા માટે મદદરૂપ સાબિત થાય છે. પરમેસન ચીઝમાં પ્રોટીનની સારી માત્રા છે જે શરીરના પેશીઓ અને સ્નાયુઓને સુધારવા અને જાળવવા માટે જરૂરી છે. એક સંશોધન અધ્યયનમાં જાણવા મળ્યું છે કે પરમેસન ચીઝના વપરાશથી ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો આવી શકે છે. આ ઉપરાંત દ્રષ્ટિ સુધારવામાં, શરીરનું પાચન સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે તેમજ યકૃતના કેન્સરને અટકાવવા માટે પરમેસન ચીઝ ઘણી ઉપયોગી સાબિત થાય છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
