સ્વતંત્રતા પર્વની ઉજવણી સમયે વીજ કરંટ લાગતા બે વિદ્યાર્થીના મોત

admin
1 Min Read

આજે ગુજરાતભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. ત્યારે મહીસાગરના સંતરામપુર તાલુકામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દુખમાં ફેરવાઈ હતી. મહીસાગરના સંતરામપુરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન બે બાળકોના મોતની ઘટના સામે આવી છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન કરંટ લાગતા બે બાળકોના ઘટનાસ્થળે મોત થયા. મળતી માહિતી મુજબ મહીસાગરના સંતરામપર તાલુકાના કેણપુર ગામની હાઈસ્કૂલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. તે દરમ્યાન સ્તંભ ઉભો કરતા સમયે વીજવાયરને અડતા કરંટ લાગ્યો હતો. વીજ વાયર સ્તંભ સાથે અડતા વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા ઘટના સ્થળે દિપક રાણા અને ગણપત વળવાઈનું મોત નિપજ્યું. આ ઘટના બાદ વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાઈસ્કૂલની બિલ્ડીંગ પરથી જીવંત વાયર પસાર થતો હતો. આ દરમ્યાન ઝરમર ઝરમર વરસાદ પણ વરસતો હતો અને તે વખતે બાળકોને લોખંડની પાઈપ ઊભી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આવા સમયે જો સ્કૂલ તરફથી ધ્યાન રાખવામાં આવ્યું હોત તો કદાચ આ બાળકોનો જીવ બચી ગયો હોત. બે બાળકોના મોતથી તેમના પરિવાર માટે આજે તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.

Share This Article