બાલાસિનોર ખાતે ઉજવાયો સ્વાતંત્ર્ય પર્વ 

admin
1 Min Read

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. 1947નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ થઇ જેની ખુશીમાં દેશમાં દર વર્ષે 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રના 73 માં સ્વાતંત્ર્ય પર્વ દિનની જિલ્લા કક્ષાએ ઉજવણી મહિસાગરના બાલાસિનોરમાં કરવામાં આવી, ગુરૂવારે બાલાસિનોરની K.N. હાઇસ્કૂલ ખાતે મહિસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ રાષ્ટ્રીય પર્વ કાર્યક્રમમાં જિલ્લાના સૌ નાગરિકો અને બાલાસિનોર તાલુકાના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ત્રિરંગાને સલામી આપી હતી. વીર શહીદોને યાદ કર્યા હતા. કાર્યક્રમમાં આંતરાષ્ટ્રીય અને જિલ્લા કક્ષાએ રમતોમાં વિજેતાઓને, વિવિધ પ્રકારની સરાહનીય કામગીરી કરનાર પોલીસ ઓફિસરો ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.

Share This Article