કોરોના વાઇરસનો ચેપ ચીન સહિત સંક્રમણ 100થી વધારે દેશોમાં ફેલાઈ ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને મહામારી ઘોષિત કરી છે. કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.
ત્યારે બ્રિટનનાં આરોગ્ય પ્રધાન નદીન ડૉરિસનો કોરોના વાઇરસનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમણે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે સાવધાનીના ભાગરૂપે તેમણે ઘરમાં પોતાને અલગ કરી દીધા છે.
નદીને કહ્યું, બ્રિટનના આરોગ્ય વિભાગે મારી મુલાકાત કરનાર તમામ લોકોનો સંપર્ક કરવાની કવાયત હાથ ધરી છે. મેં તેમની સલાહ માની છે અને આગામી અમુક દિવસ માટે મારું કાર્યાલય બંધ રહશે.
કોરોના વાઇરસને કારણે બ્રિટનમાં અત્યાર સુધી છ લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાના ચેપ સંદર્ભે 26 હજાર લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં 373ને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી.
