વીજ પુરવઠામાં વિક્ષેપ ન સર્જાય તે માટે ફરજ પર કર્મચારીઓ…

admin
1 Min Read

કોરોનાની મહામારી વચ્ચે પણ ભરૂચ જિલ્લાના હલદરવા સબ ડિવિઝનના ગામોમાં પ્રશંસનીય કામગીરી બજાવતા ડી જી વી સી એલના કર્મચારીઓ જોવા મળ્યા હતા. મહત્વનુ છે કે, કોરોનાની મહામારી વચ્ચે પણ ભરૂચ જિલ્લાના હલદરવા સબ ડિવઝનના ગામોમાં પ્રશંસનીય કામગીરી બજાવતા ડી જી વી સી એલના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.  

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન છે. તેમજ વીજ પુરવઠામાં વિક્ષેપ ન સર્જાય એ માટે ડી જી વી સી એલના કર્મીઓ સતત ધોમધખતા તાપમાં પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે.  વીજ પુરવઠો સતત મળતો રહે એનો સમગ્ર શ્રેય વીજ કર્મચારીઓને જાય છે. જેઓ સતત સમારકામ કરી રહ્યા છે.  

હલદરવા સબ ડિવિઝનમાં સમાવિષ્ટ ૪૨ જેટલા ગામો જેવા કે નબીપુર તથા નબીપુરની આસપાસના પગુથણ,  હલદર,  હિંગલ્લા,  બોરી કુવાદર ગામોમાં વીજ પુરવઠો સતત જળવાઈ રહે છે.  અને મહામારીના આ સમયમાં પ્રજાને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે ડી.જી.વિ.સી.એલનો લાઈન સ્ટાફ તથા અધિકારીઓ ૨૪ કલાક ખડે પગે રહી કામગીરી બજાવી રહ્યા છે.  ગ્રામીણ પ્રજા તેમની આ કામગીરીને બિરદાવી પ્રશંસા કરી રહી છે.

Share This Article