કોરોના વાયરસને લઈને બનાસડેરી સતર્ક, દૂધ લેવા આવતા લોકો માટે કરાઇ વ્યવસ્થા

admin
1 Min Read

હાલમાં મહામારી અને જીવલેણ બની ચુકેલા તેમજ સમગ્ર માનવજાતનો દુશ્મન બની બેઠેલા કોરોના વાઇરસ.  જેનું નામ લેતા હર કોઈ ડર અને ગભરાહટ અનુભવે છે. ત્યારે  ગામડાઓનો મૂળ વ્યવસાય એટલે પશુપાલન, ખેતી અને એમાંય ગુજરાતનો બનાસકાંઠા જીલ્લો એટલે પશુપાલન થકી પોતાનું ગુજરાન ચલાવતો જીલ્લો. અને એટલે તો બનાસકાંઠામાં આવેલી બનાસડેરીને સમગ્ર જિલ્લાની જીવાદોરી કહેવામાં આવે છે.

પરંતુ હાલ સરકારના લોકડાઉનનાં પાલનને ધ્યાને રાખીને જવાનું થતું હોય છે. હાલના કોરોના સંકટને પહોંચી વળવા અને ગ્રાહકોને કોઈ જાતની તકલીફ ન પડે અને બીજી વ્યક્તિ દ્વારા કોરોના સંક્રમિત કે ચેપગ્રસ્ત થવાની ડરને લઈ બનાસડેરી દરેક ગામનાં ચેરમેન અને મંત્રી,  ટેસ્ટરઓને ખૂબ સજાક રાખી રહી છે.

 દૂધ ભરાવવા આવતા ગ્રાહકોને મોઢે માસ્ક ફરજિયાત પહેરવું,  જમીન ઉપર કરેલા ગોળ રાઉન્ડમા ઉભા રહી એકબીજા વચ્ચે ડિસ્ટન્સ જાળવો અને ગેટમાં વળતાજ હાથ ઉપર સેનેટાઈઝનો ઉપયોગ કરી લાઈનમાં લાગવાના નિયમોનું પાલન કરાવી રહી છે.

Share This Article