ધાનેરામાં ભૂંડનો આતંક, ચાર લોકોને કર્યા ઇજાગ્રસ્ત

admin
1 Min Read

ધાનેરા તાલુકાના સામરવાડા અને આશિયા ગામમાં ભૂંડ નો આતંક  જોવા મળ્યો. તેમજ ચાર લોકોને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું હતું. મહત્વનુ છે કે, ધાનેરા વિસ્તારમાં ફરીથી ભૂંડનો આતંક જોવા મળ્યો છે.  

થોડા દિવસ પહેલાં જ ધાનેરાના નેનાવા ત્રણ રસ્તા પાસે એક ભૂંડ દ્વારા પાંચ લોકોને બચકાં ભરવામાં આવ્યા હતા અને તમામ લોકોને સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.  ત્યારે ફરીવાર ભૂંડનો આતંક  જોવા મળ્યો છે.  તાલુકાના સામરવાડા ગામે બકરા ચરાવી રહેલા યુવક પર ભૂંડ  દ્વારા હુમલો કરવામાં આવતા તેને ગંભીર ઇજાઓ પહોંચી તો બીજી તરફ ધાનેરા તાલુકાના આશીયા ગામે ખેતરમાં કામ કરી રહેલા ત્રણ લોકો પર પણ હુમલો કર્યો હતો.  

સમગ્ર ઘટનાને લઇને લોકો ભયભીત બન્યા હતા અને લોકો દ્વારા ધાનેરાની 108ને જાણ કરતાં 108ના પાયલોટ રજનીકાંત રાવલ ઇએમટી ભરતભાઈ તાત્કાલિક  ઘટના સ્થળે પહોંચી તમામ ઘાયલોને સારવાર અર્થે ધાનેરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.  જ્યાં લોકોને પ્રાથમિક સારવાર આપી હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે આગળ રીફર કરવામાં આવ્યા છે.

 

Share This Article