ઓવૈસીએ કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

admin
1 Min Read

એઆઈએમઆઈએમનાં ચીફ અસુદ્દિન ઓવૈસીએ કાશ્મીર મુદ્દે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે સરકારને માત્ર કાશ્મીરની જમીનથી પ્રેમ છે કાશ્મીરીઓથી નહીં. સરકારે 370ની કલમ હટાવી ત્યાર બાદ હાલમાં કાશ્મીરમાં ઈમર્જન્સી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ ઓવૈસીએ કહ્યું કે, દેશમાં હાલ કેટલાય ગોડસેની ઓલાદો છે જેમાંથી કોઈ મારા પર પણ વાર કરી શકે છે. તમિલનાં સુપર સ્ટાર રજનિકાંતે મોદી-શાહને કૃષ્ણ અને અર્જુન સાથે સરખામણી કરી હતી તેને લઈને પણ ઓવૈસીએ નિવેદન આપયું કે જો મોદી અને શાહ કુષ્ણ- અર્જુન છે તો કૌરવ અને પાંડવો કોણ છે. શુ મોદી-શાહ ફરી વાર દેશમાં મહાભારત કરાવવા માગે છે? પત્રકારો સાથેની વાતચીતમાં એક સવાલનો જવાબ આપતા ઓવૈસીએ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે મને એક દિવસ કોઈક ને કોઈક ગોળી મારી દેશે કારણ કે આપણા દેશમાં હાલનાં સમયમાં ગોડસેની ઓલાદો જીવી રહી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશમીરમાં 370ની કલમ હટાવવાને લઈને એક તરફ વિપક્ષ સરકારને ઘેરી રહી છે ત્યારે ઓવૈસીએ પણ સરકાર પર પ્રહાર કર્યા હતા.

Share This Article