ભરૂચમાં 41 ડીગ્રી તાપમાન નોંધાયું, ગરમીનાં પ્રમાણમાં વધારો

admin
1 Min Read

એક તરફ રાજ્યના લોકો કોરોના સામે લડી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવે ગુજરાતમાં ગરમીએ લોકોના હાલ બેહાલ કર્યા છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે હવે કાળઝાળ ગરમી પણ લોકોની કસોટી કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં ભરૂચમાં ૪૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું. સૂર્યદેવતા ગગનમાં ઉદયમાન થાય છે, ત્યારથી ધીમે ધીમે વાતાવરણમાં ગરમી વધવા લાગે છે.

જેમાં બપોર સુધીમાં વધારો થતા ભરૂચની જનતાને અસહ્ય ઉકળાટ સાથે ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રી સુધી પહોચી ગયો હતો. જેના કારણે લોકોએ વધતી જતી ગરમીનો અનુભવ કર્યો હતો. જ્યારે ન્યૂનતમ તાપમાન ૨૭ ડિગ્રી નોધાયુ હતું.

બપોરના સમયે જાણે અગ્નિવર્ષા થતી હોય તેવી ગરમી જોવા મળી હતી. તો પવનની ગતિ ૧૧ કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામી હતી. જેના કારણે લોકો ઘરમાં રહેવાનું પંસદ કરી રહયા છે. તેથી રસ્તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા હતા.

Share This Article