હાંસોટમાં પત્રકારોનું મેડિકલ ચેકઅપ

admin
1 Min Read

ભરુચના હાંસોટ કાકાબા હોસ્પિટલ ખાતે તાલુકાનાં પત્રકારોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. મહત્વનુ છે કે, ભરુચના હાંસોટ કાકાબા હોસ્પિટલ ખાતે તાલુકાનાં પત્રકારોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું.  એક તરફ કોરોના વાયરસની દહેશત વર્તાઇ છે,  સમગ્ર દેશ અને ગુજરાતમાં ઝડપથી કોરોનાનો ફેલાવો થઈ રહ્યો છે,  જેને રોકવા અનેક મથામણ કરવામાં આવી રહી છે.  

આવા કપરા સમયમાં સુરક્ષા કર્મીઓ,  આરોગ્ય કર્મીઓ સહિત પત્રકારો પણ પોતાની ફરજ જીવના જોખમે કરી રહ્યા છે. ત્યારે ભરુચ જિલ્લાના હાંસોટમાં આવેલી કાકાબા હોસ્પિટલમાં પત્રકારોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.  પત્રકાર એકતા સંગઠન સાથે જોડાયેલા પત્રકારોની આરોગ્ય પરીક્ષણ સાથે વિનામુલ્યે માસ્ક તેમજ સેનિટાઈઝર પણ આપવામાં આવ્યું હતું.  પત્રકાર એકતા સંગઠન દ્વારા મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. પત્રકાર મિત્રોએ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

Share This Article