સુરતમાં શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા, પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત

admin
1 Min Read

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે દેશભરમાં લોકડાઉનનાં ત્રીજા તબક્કાની શરૂઆત થઇ ચુકી છે. આ લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિય મજુરોની પણ ધીરજ ખૂટી ગઈ છે. તેવામાં સુરતના હજીરા ખાતે આવેલી વિવિધ કંપનીઓમાં કામ કરતા શ્રમજીવીઓ પોતાના વતન જવાની માંગણી સાથે મોરા ખાતે રસ્તા ઉપર ઉતરી પડતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે તેમને સમજાવી સ્થિતિ સામાન્ય કરવા તજવીજ હાથ ધરી હતી.

તેમજ મોટી સંખ્યામાં શ્રમજીવીઓ એકત્ર થતા તુરંત ઇચ્છાપોર અને હજીરા પોલીસનો કાફલો દોડી ગયો હતો. આ શ્રમજીવીઓનું ટોળું પોલીસ ચોકીની સામે જ બેસી ગયું હતું અને રસ્તો બ્લોક કરી દીધો હતો. પોલીસની સમજાવટ બાદ પણ શ્રમજીવીઓ નહીં માનતા પોલીસે બળપ્રયોગ કરી તેમની અટકાયત શરૂ કરી હતી અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને પોલીસે ટીયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા.

Share This Article