NCC કેડેટ બંસી થુમરે કોરોના વોરિયર્સનાં માનમાં દોડ લગાવી

admin
1 Min Read

જામનગરની NCC કેડેટ બંસી થુમરે કોરોના વોરિયર્સના માનમાં દોડ લગાવી હતી. તેમજ સતત 12 કલાક દોડી હતી. મહત્વનુ છે કે, જામનગરમાં એનસીસી કેડેટ બંસી થુમર દ્વારા કોરોના વોરિયર્સનું અનોખી રીતે સન્માન કરવામાં આવી રહ્યું છે. જેમાં સતત 12 કલાક દોડી કોરોના વોરિયર્સનો આભાર માનવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, બંસી થુમરે પોતાના ઘરે સતત 12 કલાક સુધી દોડી અને કોરોના મહામારીમાં જાનના જોખમે ફરજ બજાવતા વોરિયરનો અનોખી રીતે આભાર માન્યો હતો. તેમજ 19  વર્ષીય બંસી ઠુમ્મરે રાત્રે ૧૨ વાગ્યાથી સવારના બાર વાગ્યા સુધી સતત ૧૨ કલાક પોતાના ફ્લેટ નીચે દોડ લગાવી હતી.

લોકલ એનસીસી કૅડેટના સભ્યો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બંસી થુંમરના પરિવારજનો એ સતત તેને પ્રોત્સાહન આપ્યું હતું.

 

Share This Article