અંજારમાં હત્યાનો ભેદ ઉકેલાયો

admin
1 Min Read

અંજારમાં ગઈ કાલે રાત્રે બે અલગ અલગ સ્થળે ત્રાટકેલાં તસ્કરોએ બે ચોકીદારની ઘાતકી હત્યા કરી નાખતાં શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, પોલીસે બે પૈકી એક બનાવનો ભેદ ઉકેલી દઈ બે રીઢા આરોપીઓને દબોચી લીધાં છે.
ગત રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં અંજાર જીઆઈડીસી નજીક આવેલી ગોલ્ડન સેન્ડ સોસાયટીના બંધ રહેણાંક મકાનમાં બે તસ્કરો ત્રાટક્યાં હતા. ચોરી કર્યા બાદ પરત જતી વખતે 43 વર્ષિય ચોકીદાર ખોડાભાઈ રબારીએ તેમને પડકારતાં ઝપાઝપી થઈ હતી…તે સમયે છરી વડે હુમલો કરી બંને ચોરોએ ખોડાભાઈની હત્યા કરી નાખી હતી. આ ઘટનાના પગલે રોષે ભરાયેલાં રબારી સમાજે ખોડાભાઈનો મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે, પોલીસે 24 કલાકની અંદર આરોપીઓની ધરપકડ કરવાની ખાત્રી આપતાં સમાજના આગેવાનોએ મૃતદેહને સ્વિકાર્યો હતો.
બાઈટ :- પરીક્ષિત રાઠોડ
( એસ.પી. પૂર્વ કચ્છ )
ઉલ્લેખનીય છે કે તેજ દિવસે રાત્રીના સમયગાળામાં વરસાણામાં આવેલી કચ્છ કેમિકલ કંપનીમાં પણ પાંચથી છ તસ્કરોએ 38 વર્ષિય સિક્યોરીટી ગાર્ડ રામકૃષ્ણાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી હતી. જો કે, આ બનાવને અન્ય આરોપીઓએ અંજામ આપ્યો હોવાની શક્યતા છે.

Share This Article