માંગરોળમાં હોમગાર્ડ સાથે ખરાબ વર્તન, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડિયો

admin
2 Min Read

માંગરોળમા હોમગાર્ડ જવાન સામે ખરાબ વર્તુણાંક કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે મોઢે માસ્ક પણ ન પહેર્યું હોય તેવો કોઈ મુસ્લિમ શખ્સ એક હોમગાર્ડ જવાનને ફરજ પર ધમકાવતો નજરે પડ્યો હતો. મહત્વનુ છે કે, જુનાગઢ જિલ્લાના માંગરોળનો એક હોમગાર્ડ યુવાનને એક મોટી ઉંમરનો મુસ્લિમ શખ્સ ધમકાવતો અને ગાળો આપતો વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જેમાં લોકડાઉનમા એક તરફ હોમગાર્ડ જવાન ફરજ પર હોય ત્યારે એક મુસ્લિમ શખ્સ દ્વારા આ હોમગાર્ડના યુવાનને ધમકાવી અને ગાળો પણ આપવામાં આવી હતી. તેવામાં બાજુમાં રહેલા કોઈ વ્યક્તિ દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો.

તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. એક તરફ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે હોમગાર્ડમા કામ કરતા યુવાન પોલીસનો એક ભાગ જ હોય છે કે જે સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હોય છે. જો સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલા હોમગાર્ડ જવાનની એટલી જ વેલ્યુ હોય કે કોઈ પણ વ્યક્તિ તેમને ધમકાવી જાય તો સુરક્ષાને લઈને પણ પોલીસ ઉપર સવાલ ઉઠી રહ્યા છે.

ત્યારે સમગ્ર ઘટનાને જોતા પોલીસ દ્વારા કોઈ કડકાઈ ભર્યા વલણ દાખવી કાર્યવાહી પણ કરવામાં આવશે કે કેમ કે પછી આવા નાના અધિકારીઓ એ દબાઈ દબાઈને જ ફરજ બજાવવા મજબુર થવું પડશે એ તો હવે આવનારો સમય જ બતાવશે.

Share This Article