ચમત્કારિક ઈતિહાસ

admin
1 Min Read

મલેકપુર નસીકપુર ગામે વરસો જૂનુ હનુમાનદાદાનું પૌરાણીક મંદીર આશરે સાતસો વરસ જૂનુ હોવાનું સમયની સાથે ઘરડાઓ દ્વારા કહેવાય છે. મંદીરની મુર્તિ એક ખાબોચીયામાંથી આપોઆપ પ્રસિધ્ધ થયેલી છે. ગ્રામજનોના સહયોગથી અને દાતાઓનો પણ ફાળો છે. વિશાળ શિખરનુ નિર્માણ થયેલ છે.મંદીરની કળશ યાત્રા અને ધ્વજા સ્થાપના તેમજ શિખર સ્નાન, શિખર શોભાયાત્રા અને મહા પ્રસાદનું આયોજન કર્યું હતું. આ સ્થળ પર આવતા દીન દુખીયા ભકતોને એમના દુખના અને સુખના કાર્યો થયેલા દાદાના અનેક ઉદાહરણ પણ જોવા મળે છે. હનુમાન જયંતિના દિવસે કળશ યાત્રા તેમજ શિખર યાત્રા કાઢી ગામના હનુમાન ચાલીશાનું રટણ કરતા કરતા આખા ગામમાં ફરવામાં આવે છે. આ દિવસે વૈદિક મંત્રોચ્ચાર, બ્રાહ્મમણો દ્વારા પૂજા પાઠ તેમજ શિખર સ્નાન શિખર કરી પૂણૉહૂતી કરવામાં આવે છે.

Share This Article