ડીસા: મોબાઈલ ટાવરના જનરેટરમાં લાગી આગ

admin
1 Min Read

ડીસામાં યોગેશ્વર પાર્કમાં આવેલા મોબાઇલ ટાવરનાં જનરેટરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં જ ડીસાની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ. આ આગ કઇ રીતે લાગી તેનું કારણ હજી સામે આવ્યું નથી.
આ મામલે મળતી માહિતી પ્રમાણે ડીસામાં યોગેશ્વર પાર્ક સોસાયટીમાં એક મોબાઈલ ટાવરનાં જનરેટરમાં અચાનક આગ લાગી ગઈ હતી. શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં જ જનરેટર ભડભડ સળગી ઉઠ્યુ હતું. આ ઘટનાથી આજુબાજુનાં વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે સ્થાનિકોએ આગની ઘટના અંગે જાણ કરતાં તાત્કાલિક ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

Share This Article