જુનાગઢમાં રાવણા જેવા ઉનાળુ પાકનું પુષ્કળ ઉત્પાદન

admin
1 Min Read

વંથલી સોરઠનો વિસ્તાર ઓઝત નદી કાંઠાનો વિસ્તાર છે.  અહીંના વિસ્તારમાં  બાગાયતી પાકોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તો કેરી અને સાથે સાથે રાવણા જેવા ઉનાળુ પાકનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ત્યારે આજરોજ વંથલી મેંગો માર્કેટ ખાતે પ્રથમ જ લોકડાઉનમા ત્રણેક કિલો જેટલા રાવણાના ફળો આવ્યા હતા. તો આ રાવણાના ફળોની હરાજી કરવામાં આવી હતી.

ત્યારે પ્રથમ જ રાવણાની હરાજી નોંધાઇ હતી. ત્યારે ગત વર્ષે પ્રથમ વખત રાવણાની હરાજી કરવામાં આવી હતી. તેવામાં કિલોના હિસાબે 2000થી 2200 રૂપિયા સુધી બજાર રહી હતી.  તેની સરખામણીએ આ વર્ષે કોરોના વાયરસ જેવી ગંભીર મહામારીને કારણે સમગ્ર દેશ લોકડોઉન છે અને અવર જવર  બંધ છે.  તેના કારણે દિલ્લીના વેપારીઓ ખરીદી કરવા માટે આવી શકે તેમ નથી.

તેની વચ્ચે આજરોજ  વંથલી મેંગો માર્કેટ ખાતે આ વર્ષીય પ્રથમ  રાવણાની  હરાજી કરવામાં આવી હતી અને 451 રૂપિયા કિલો દીઠ ભાવ રહ્યો હતો.  તેના કારણે આ વર્ષે કેરી અને રાવણાની ખરીદી સ્થાનિક વેપારીઓ જ કરતા હોય છે.

Share This Article