બાટલા હાઉસે બોક્સ ઓફીસ પર મચાવી ધમાલ

admin
1 Min Read

સ્વતંત્રતા દિવસના રોજ ફિલ્મ મિશન મંગલ સાથે બાટલા હાઉસ પણ રીલીઝ થઈ છે અને ફિલ્મ બાટલા હાઉસે પણ પહેલા દિવસે બોક્સ ઓફીસ પર ખુબ સારી કમાણી કરી છે. આ ફિલ્મે ઓપનીંગ ડે પર 14.૫૦ કરોડની કમાણી કરી છે. બોક્સ ઓફીસ રીપોર્ટ મુજબ ફિલ્મે ઘણી સારી કમાણી કરી છે પરંતુ જ્હોનની ગત ફિલ્મ સત્યમેવ જયતે કરતા ઓછી કમાણી કરી છે.ફિલ્મ સત્યમેવ જયતેએ પહેલા દિવસે 20 કરોડની કમાણી કરી હતી. અક્ષય કુમારની ખુબ જ ચર્ચિત ફિલ્મ મિશન મંગળ સાથે ક્લેશ થવા છતાં બાટલા હાઉસે બોક્સ ઓફીસ પર ઘણું સારું પ્રદર્શન કર્યું છે. દેશપ્રેમ દર્શાવતી ફિલ્મ બાટલા હાઉસ દિલ્હીના બાટલા હાઉસ એનકાઉન્ટર પર આધારિત છે. આ ફિલ્મમાં જોહને સંજીવકુમાર યાદવની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં જોહન અબ્રાહમ અને મૃનાલ ઠાકુરે ખુબ સારો અભિનય કર્યો છે. અને ફિલ્મના સોન્ગ પણ લોકોએ ખુબ પસંદ કર્યા છે..

Share This Article