આમોદમાં ૭૯ વર્ષીય વૃદ્ધને થયો કોરોના, પાલિકા દ્વારા સેનેટાઈઝની કામગીરી કરવામાં આવી

admin
1 Min Read

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ કડક પગલા લેવામાં આવી રહ્યા છે. તેવામાં ભરુચના આમોદમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ ફરી એક વખત સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું.

આમોદના આમલીપુરા વણકરવાસમાં 79 વર્ષીય આધેડ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પાલિકા તંત્ર સતર્ક બની ગયું છે. આમોદ નગરને સેનિટાઇઝ કરવાની પ્રક્રિયામાં લાગી ગયું છે. ત્યારે હાલ બીજી વખત સેનિટાઇઝેશનનો છંટકાવ કરી ગામને નીરોગી રાખવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કોરોનાના રાજ્યમાં વધી રહેલા કેસોથી ચિંતા વધી રહી છે. ત્યારે તેનાથી બચવાના દરેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે.

સામાજિક અંતર અને માસ્ક પહેરવા સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. તેમજ પોલીસ વિભાગ દ્વારા પણ સઘન પેટ્રોલીંગ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે અને ચુસ્તપણે નિયમોનું પાલન કરવવામાં આવી રહ્યું છે..

Share This Article