બોલીવુડમાં સ્ટાર્સનો બદલાયો ટ્રેન્ડ

admin
2 Min Read

અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ અત્યારે બોક્સ ઓફીસ પર ખુબ ધમાલ મચાવી રહી છે અને અક્ષય કુમાર બોલીવુડના સૌથી વધારે કમાણી કરનારા એક્ટર બની ચુક્યા છે. અક્ષયના મતે હવે બીગ સ્ટાર્સ પણ એકથી વધારે હીરો હોય તેવી ફિલ્મ કરતા કતરાય છે અને સોલો હીરો વાળી ફિલ્મો કરવી વધારે પસંદ કરે છે. મિશન મંગલના પ્રમોશન દરમિયાન અક્ષયે કહ્યું હતુ કે ‘મને કોઈનું નામ નથી બોલવું પણ હજુ પણ ઇન્ડસ્ટ્રીમાં લોકો છે જે બે કે ત્રણ હીરો વાળી ફિલ્મ નથી કરવા માંગતા અને મને ખબર નથી પડતી કે કેમ તે આવી ફિલ્મ નથી કરવા માંગતા.. બધાને સોલો હીરો વાળી જ ફિલ્મો કરવી હોય છે. ‘ અક્ષયે મિશન મંગલમાં 5 હિરોઈન સાથે કામ કર્યું છે આ સિવાય અક્ષય ઘણી મલ્ટીસ્ટારર ફિલ્મો કરી ચુક્યા છે. સાથે અક્ષયે કહ્યું હતુ કે આજકાલ 2 હીરો પણ ખુબ મુશ્કેલીથી સાથે કામ કરવા રાજી થાય છે અને આ માટે તેમને ખુબ રીક્વેસ્ટ કરવી પડે છે આવું બોલીવુડમાં જ થાય છે હોલીવુડમાં થતુ નથી જે આપણા માટે ખુબ દુ:ખની વાત છે. અક્ષયને જ્યાં સુધી ખુદનો રોલ ગમે છે ત્યાં સુધી ફિલ્મમાં ગમે તેટલા હીરો હોય અક્ષયને કોઈ વાંધો હોતો નથી. અક્ષય ફિલ્મોમાં એક્ટ્રેસીસને પણ મેઈન રોલ આપવામાં ખુબ વિશ્વાસ કરે છે. ફિલ્મ મિશન મંગલ પહેલા દિવસે જ 20.૫૦ કરોડની કમાણી કરનારી અક્ષયની ટોપ ઓપનીંગ વાળી ફિલ્મ બની ચુકી છે.આ ફિલ્મમાં અક્ષય સાથે વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી, નિથ્યા મેનન પણ મુખ્ય ભૂમિકામાં છે.

Share This Article