ધમણ-1 વેન્ટિલેટર બાદ N95 માસ્કને લઈ રાજકારણ ગરમાયું

admin
1 Min Read

સીએમ વિજય રૂપાણીએ લોકડાઉનના ચોથા તબક્કામાં છૂટછાટની જાહેરાત કરતી વખતે અમુલ પાર્લર પરથી N 95 માસ્ક 65 રૂપિયાની કિંમતે આપવાની વાત કરી હતી. પણ સરકારના ખરીદ ભાવ અને વેચાણના ભાવમાં 15 રૂપિયા સુધીનો તફાવત જોવા મળે છે.

કેમ કે, સરકારે N 95 માસ્કનો મહત્તમ ખરીદ ભાવ રૂ.49.61 નક્કી કર્યો છે. આ મુદ્દો સામે આવતાં જ કોંગ્રેસ દ્વારા સરકાર પર સનસનીખેજ આરોપ મુકવામાં આવ્યા છે.

કોરોનાના સમયમાં પણ નફાખોરી કરાતી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના આક્ષેપો બાદ ભાજપના પ્રદેશ મીડિયા કોર્ડિનેટર પ્રશાંત વાળાએ N95 માસ્કના ભાવ અંગે સરકારનો બચાવ કરતા જણાવ્યું હતું કે જે N95 માસ્ક ખાનગી મેડિકલ સ્ટોરમાં 150, 250 અને 300 રૂપિયાની કિંમતમાં વેચાય છે.

ત્યારે રાજ્યના તમામ ગામડાઓ અને શહેરોના નાગરિકોને N95 માસ્ક સસ્તી કિંમતે મળી રહે તે માટે રાજ્ય સરકર દ્વારા અમૂલના માધ્યમથી 65 રૂપિયાની કિંમતે માસ્ક વહેંચવામાં આવી રહ્યા છે.

Share This Article