કુછ કુછ હોતા હે ની રિમેકમાં હવે રણવીર સિંહ

admin
1 Min Read

કરણ જોહરની આઇકોનિક ફિલ્મ કુછ કુછ હોતા હે ની રિમેકને લઈને ઘણી વાતો ચર્ચામાં છે. થોડા સમય પહેલા જયારે કરણને આ ફિલ્મની રીમેકના સ્ટારકાસ્ટ વિષે પુછવામાં આવ્યું ત્યારે તેણે રણબીર કપુર, આલિયા ભટ્ટ અને જાહ્નવી કપુરનું નામ આપ્યું હતુ. પણ હવે કરણે પોતાનું મન બદલી લીધું છે.

મેલબર્ન ઇન્ડીયન ફિલ્મ ફેસ્ટીવલમાં કુછ કુછ હોતા હે ફિલ્મને 20 વર્ષ પુરા થયાની ખુશીમાં ફિલ્મના પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારે કરણને ફિલ્મના રીમેકની સ્ટારકાસ્ટ વિષે ફરી પુછવામાં આવ્યું તો કરણે રણબીર કપુરના બદલે રણવીર સિંહનું નામ લીધું હતુ અને ફિલ્મમાં રણવીર સિંહ સાથે જાહ્નવી કપુર અને આલીયા ભટ્ટનું નામ લીધું હતુ. વર્કફ્રન્ટની વાત કરિએ તો રણવીર સિંહ અત્યારે પોતાની આવનારી ફિલ્મ ‘૮૩’ ના શુટિંગમાં વ્યસ્ત છે અને રણબીર કપુર અત્યારે પોતાની આવનારી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શુટિંગમાં વ્યસ્ત છે.

Share This Article