હાઈડ્રોક્સીક્લોરોક્વીનના પરીક્ષણને ફરી એકવાર WHOની મળી મંજૂરી

admin
1 Min Read

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ કોવિડ19ને લઈને એન્ટી-મેલેરીયા ડ્રગ હાઈડ્રોક્સીક્લોરોક્વીનના પરીક્ષણને ફરી શરુ કરવા માટે કહ્યું છે. આ પહેલા ડબ્લ્યુએચઓએ કોવિડ19ની પ્રાથમિક સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનના વૈશ્વિક પરીક્ષણ પર અચોક્કસ મુદ્દતનો પ્રતિબંધ મુક્યો હતો.

કેટલાક નિષ્ણાંતોનું કહેવું હતું કે, ડબલ્યુએચઓના નિર્ણય બાદની હોસ્પિટલોને કોવિડ-19ના દર્દીની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને ક્લોરોક્વીનનો ઉપયોગ બંધ કરવો પડશે.

જ્યારે અન્ય કેટલાકનું કહેવું હતું કે, વૈશ્વિક સંસ્થાના નિર્ણયોનું પાલન કરવું ભારત માટે જરુરી નથી. 25 મેના રોજ ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર ટ્રેડોસ એડનોમ ગેબ્રેયેસસે કહ્યુ હતું કે, ગત સપ્તાહે લાન્સેન્ટ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ પ્રમાણે હાઈડ્રોક્સીક્લોરોક્વીન લઈ રહેલા લોકોને મૃત્યુ અને હ્રદય સંબંધી સમસ્યાઓનું વધારે જોખમને ધ્યાનમાં રાખતા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ક્લીનિકલ ટ્રાયલ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવો પડશે.

ડબલ્યુએચઓએ કહ્યું હતું કે તેનાથી નિષ્ણાતોને અત્યાર સુધી ઉપલબ્ધ તમામ વિગતોની સમીક્ષા કરવાની જરૂર છે. જ્યારે દુનિયાભરમાં દેશોએ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગની શક્યતા શોધી છે તેવામાં મેની શરૂઆતના સપ્તાહમાં ઘણા નિષ્ણાતોએ ચેતવણી આપતા કહ્યું હતું કે આ કોઈ ચમત્કારિક દવા નથી અને થોડા કેસમાં તે ઘાતક પણ સાબિત થઈ શકે છે.

Share This Article