એમ્સની સ્ટડીમાં HCQ કારગર સાબિત થઈ, આગામી બે-ત્રણ મહિનામાં આવી જશે દવા

admin
2 Min Read

દેશભરમાં કોરોના મહામારીના  કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સરકારે ચાર વખત લોકડાઉન લંબાવ્યા બાદ હવે અનલોક 1ની જાહેરાત કરી દીધી છે. જોકે, અનલોક 1ની જાહેરાત બાદ દેશમાં ફરી એકવાર મોટાભાગના વેપાર ધંધાઓ તેમજ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાથી માંડી જાહેર રસ્તાઓ પર લોકોની ભીડ જામી રહી છે.

જેના કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન થઈ રહ્યું નથી ત્યારે એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ અનલોક 1ના કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગ ઘટવાને લઈ સાવચેત કર્યા છે. તેમણે જણાવ્યું કે, લોકડાઉન ખુલતા જ સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાઈ રહ્યુ નથી.

જો આપણે આના પર પ્રતિબંધ લગાવવો છે અને મોતનો આંકડો વધતા રોકવો છે તો સાવચેત રહેવુ પડશે.આ ખૂબ જ ક્રિટિકલ તબક્કો છે. તમામ લોકો અચાનક બહાર નીકળવા લાગ્યા છે. દરરોજ આશરે 10 હજાર લોકોના પોઝિટિવ ટેસ્ટ મુદ્દે તેમણે જણાવ્યું કે ભારતની જનસંખ્યા ખૂબ જ વધારે છે એટલે પોઝિટિવ કેસ પણ વધશે. આપણે ડેથ રેટ પર ફોકસ કરવુ જોઈએ. જો મૃતાંક ઓછો હોય અને સંખ્યા વધુ હોય તો મુશ્કેલી નહીં પડે.

તેમણે જણાવ્યું કે પોઝિટિવ મામલાઓથી ગભરાવાની જરુર નથી. જોકે એ વાત સારી છે કે આપણે ડેથ રેટને કંટ્રોલ કરવામાં સફળ  રહ્યા છીએ. આ ઉપરાંત તેમણે કોરોનાની વેક્સીન અંગે વાત કરતા જણાવ્યું  કે, વેક્સીન બનવામાં હજી સમય લાગશે. ચાલુ વર્ષના અંત સુધીમાં અથવા આગામી વર્ષની શરુઆતમાં વેક્સીન આવી જશે. જ્યારે આગામી બે-ત્રણ મહિનામાં તેની દવા તૈયાર થઈ જશે.

Share This Article