ફિલ્મો જોવા અન્ય દેશોમાં ટ્રાવેલ કરે છે અનુરાગ કશ્યપ

admin
1 Min Read

અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે તે પોતાની મનપસંદ ફિલ્મો જોવા માટે અન્ય દેશોમાં પ્રવાસ કરે છે. આ વિશે વિસ્તારમાં જણાવતાં અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘મેં ફિલ્મો માટે કેટલીક સ્ટુપિડ વસ્તુઓ કરી હતી. મને ‘મેસરીન પાર્ટ 1 : કિલર ઇન્સિટીંક્ટ’ જોવી હતી અને એ સમયે હું આ ફિલ્મ જોવા માટે અન્ય દેશમાં પહોચી ગયો હતો. ‘મેસરીન પાર્ટ 2’ જ્યારે રિલીઝ થઈ ત્યારે ફિલ્મ જોવા માટે હું લંડન પહોંચી ગયો હતો. ‘ અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘હું જે રીતે ટેલિવિઝન સિરીઝને જોતો હતો એ દૃષ્ટિકોણને ‘હાઉઝ ઑફ કાર્ડ્સ’એ બદલી નાખી છે. હાઉઝ ઑફ કાર્ડ્સ’ એક અમેરીકન ટેલિવિઝન સિરીઝ છે. આ પૉલિટિકલ થ્રિલરની ૬ સીઝન છે.આ શો જોયા બાદ અચાનક જ બધા ટેલીવિઝન સીરીઝ મારા માટે સિનેમા બની ગયા. મારા લિસ્ટમાં ‘ટ્રુ ડિટેક્ટિવ’ અને ‘દિલ્હી ક્રાઇમ’ પણ છે.’ નવા ફિલ્મ મેકર્સને પણ કેટલીક ફિલ્મો જોવાની સલાહ આપતાં અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘વિટોરીયો ડી સીકાની ‘બાઇસીકલ થીવ્ઝ’ જુએ. આ એક ઐતિહાસિક, પૉલિટિકલ અને કટાક્ષથી ભરપૂર છે. આ એક એવી ફિલ્મ છે એનાથી તમે દેશ, સમય અને સ્થાનને સમજી શકશો.અને તેનાથી જ એક ફિલ્મ મેકરનું ઘડતર થાય છે.’

Share This Article