CMએ આપી વિકાસકામોની ભેટ

admin
1 Min Read

મુખ્યમંત્રીશ્રી દ્રારા ખંભાળીયા ખાતે રૂા.૧૦.૬પ કરોડના ખર્ચે પોલીસ ભવન તેમજ રૂા.૪.૨૭ કરોડના ખર્ચે નિર્મિત ખંભાળીયા અને ભાણવડ તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરાયુ. સમગ્ર ગુજરાતમાં કાયદાનું શાસન પ્રસ્થાપીત કરવા સાથે એક પણ નિર્દોષ દંડાઇ નહિં અને એક પણ ગુન્હેગાર કાયદાની ચુંગાલમાંથી છટકી શકે નહિં તેવી સુદ્રઢ વ્યવસ્થા આપણે ઉભી કરી છે. પોલીસ લોકોની મીત્ર છે લોકો માટે અવિરત કામ કરે છે તે બાબત વર્તમાન સરકારે પ્રસ્થાપિત કરી છે. આથીજ સમગ્ર ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ બની છે. શાંતી અને સલામતી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. મુખ્યમંત્રીશ્રી સમગ્ર દેશમાં સ્વચ્છતા દર્પણમા દેવભૂમિ દ્રારકા જિલ્લાને પ્રથમ સ્થાને વિજેતા જાહેર થવા બદલ અભિનંદન પાઠવી જિલ્લા વિકાસ અધિકારી મનીષ બંસલ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક વાઘેલાને સન્માનિત કર્યા હતા. તેમણે સ્વચ્છતા ત્યાંજ પ્રભૂતા છે. સ્વચ્છતા થકી પ્રવાસીઓની સંખ્યા વધે છે, લોકોને રોજગારી મળે છે આથી જ રાજ્ય સરકારે તમામ યાત્રાધામોને ૨૪ કલાક સફાઇ થાય તેની તકેદારી લીધી છે તેમ જણાવ્યુ હતુ.

Share This Article