આ ગામમાં ફળ-શાકભાજી નહીં સાપની થાય છે ખેતી

admin
2 Min Read

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સાપના ખેલ અને તસ્કરી પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા સાથે સાપ-નાગ દેવતા તરીકે પણ પૂજાય છે. સામાન્ય રીતે આપણે પાક,  ફળ અને શાકભાજીની ખેતી વિશે સાંભળ્યુ છે પણ ચીનના એક ગામમાં સાપની ખેતી કરવામાં આવે છે.

જિસિકિયાઓ નામના આ ગામના લોકો સાપની ખેતી પર આધારીત છે. આ ગામની દરેક વ્યક્તિ આ કાર્ય સાથે સંકળાયેલ છે. જિસિકિયાઓમાં વિવિધ પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે. આ ખેતીમાં કિંગ કોબ્રા, અજગર અને ઝેરી સાપ સહિત ઘણા સાપ ઉછેરવામાં આવે છે.

ચીનના આ નાનકડા ગામમાં આવેલા 100 જેટલા સ્નેક ફાર્મમાં સાપોને બુચડ ખાનામાં લઈ જવામાં આવે છે..મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાપને લાકડા અને કાચનાં નાના બોક્સમાં ઉછેરવામાં આવે છે. જ્યારે સાપ ઇંડામાંથી ઉગે છે, પ્લાસ્ટિકની થેલીના ઉપયોગથી તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં આવે છે. જ્યારે સાપ મોટા થાય છે, ત્યારે તેમને ફાર્મ હાઉસમાંથી બીજી તરફ લઈ જવામાં આવે છે, જ્યાં તેનું ઝેર  કાઢવામાં આવે છે અને પછી તેમના માથા કાપી નાખવામાં આવે છે.

આ પછી, સાપ કાપીને તેનું માંસ બહારની બાજુ રાખવામાં આવે છે. ચામડું અલગથી સૂકવવામાં આવે છે.  જેમાંથી દવા ઉપરાંત બેગ સહિતની અનેક ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. જ્યારે મીટનો ઉપયોગ ખાવામાં પણ કરે છે.  જિસિકિયાઓ ગામ સાપની ખેતીને કારણે આખી દુનિયામાં જાણીતું છે. જોકે પહેલા અહીં ચા અને કપાસની ખેતી કરવામાં આવતી હતી, આજે અહીં મુખ્ય કામ સાપની ખેતી છે..

TAGGED:
Share This Article