અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીમાં થયેલ બ્લાસ્ટનો મામલો : વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત

admin
1 Min Read

અંકલેશ્વરની હિમાની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીમાં બુધવારે મોડી રાત્રે રાસાયણીક પ્રક્રિયા દરમિયાન એક્ઝોથર્મિક રિએક્શન થતા અચાનક તાપમાન અને પ્રેસર વધી ગયું હતું. જેના પગલે બ્લાસ્ટ બાદ આગ લાગી ગઇ હતી. જેમાં 6 કામદાર દાઝ્યા હતા.  

જે પૈકી એક કામદારનું ગંભીર રીતે દાઝી ઝવાથી મોત નિપજ્યુ હતું. જ્યારે પાંચ કામદારોને સારવાર અર્થે ખસેડાયા હતા જેમાંથી વધુ એક કામદારનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આમ આ ઘટનામાં બે કામદારના મોત નિપજ્યા છે.

મળતી માહિતી મુજબ, ભરૂચના અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ હિમાની ઇન્ડસ્ટ્રીઝમાં બે દિવસ પહેલા રાત્રીના સમયે પ્રચંડ બ્લાસ્ટ સાથે  લાગેલી ભયાનક આગમાં એક કામદારનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજયું હતું. જયારે પાંચથી વધુ કામદારોને શરીરે ગંભીર રીતે દાઝી જતાં તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં વધુ એક કામદારનુ સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું છે.

Share This Article