કોરોના સંક્રમણે સ્વ કાળજી લેતા શિખવ્યું

admin
1 Min Read

કોરોના સંક્રમણનો ખતરો દેશભરમાં જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કારણે સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની બની ગઈ છે. તેમાંય ખાસ કરીને કોરોના સંક્રમણના કારણે દરેક વ્યક્તિ સેલ્ફ કોન્શિયસ બની રહ્યા છે.

આ માટે ઘરથી માંડી ઓફિસમાં પણ લોકો કોરોના સંક્રમણથી બચવા માટે ઘણી બધી તકેદારી રાખતા થયા છે. જેમ કે ઘરમાં સ્વચ્છતા જાળવવી ઉપરાંત બહારની ખાણી—પીણીનો બને ત્યાં સુધી ત્યાગ કરવો, હાથને સેનિટાઈઝ કરવા તેમજ બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવુ સહિતની બાબતોનું ધ્યાન રાખી રહ્યા છે.

 

આ ઉપરાંત ઓફિસ કે વેપાર-ધંધાની જગ્યાએ પણ સ્વચ્છતા જાળવવામાં આવી રહી છે. ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પણ સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવે તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

જ્યારે નિષ્ણાંતો તેમજ સરકાર દ્વારા પણ લોકોને કોરોના સંક્રમણથી બચવા માટે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે યોગ પ્રાણાયામની પણ ખાસ સલાહ આપવામાં આવી રહી છે. જેથી ઘણા લોકો કોરોના સંક્રમણને જોતા યોગ પ્રાણાયામ કરતા થયા છે.

Share This Article