ટાઈગર શ્રોફનો જીમ વિડીયો થયો વાયરલ

admin
1 Min Read

ટાઈગર શ્રોફ તેના માર્શલ આર્ટ, જિમનેસ્ટિક્સના કારનામાં માટે ખુબ ફેમસ છે. હાલમાં ટાઈગર શ્રોફનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં તે વેટ લિફ્ટ કરતા જોવા મળી રહયો છે. ટાઈગર શ્રોફે વીડિયોમાં 200 કિલોગ્રામનું વજન ઉઠાવ્યું છે. 200 કિલોગ્રામ વજન સાથે જિમ કરવું ઘણું મુશ્કેલ છે, જે ટાઈગર શ્રોફ કરી રહ્યો છે. વીડિયો શૅર કરતા ટાઈગર શ્રોફે કેપ્શન આપ્યું હતું કે,”ઘણો સમય થઈ ગયો જ્યારે આ રીતે ઈન્ટેન્સ પુશઅપ કર્યા હોય, 200 કિલોગ્રામ. હાઈ સ્કૂલના દિવસોમાં આ વજન સામાન્ય લાગતું હતું.”

ટાઈગર શ્રોફના આ વીડિયોના વખાણ ટાઈગરના ફેન્સની સાથે સાથે અન્ય બોલીવુડ સ્ટાર્સ પણ કરી રહ્યાં છે. આ વીડિયોમાં ફિટનેસ કોન્સિયસ શિલ્પા શેટ્ટીએ કમેન્ટ કરી હતી કે, ‘બાપ રે!’. શિલ્પા શેટ્ટી સિવાય ઈશાન ખટ્ટરે પણ ટાઈગર શ્રોફને સુપર હ્યૂમન ગણાવ્યો હતો. કુણાલ ખેમુએ પણ વીડિયો પર કમેન્ટ કરી હતી. આ વીડિયોને એક કલાકમાં લાખો વાર જોવામાં આવ્યો છે અને હજારો લોકોએ વીડિયો પર કમેન્ટ કરી છે.વર્કફ્રન્ટની વાત કરીએ તો ટાઈગર શ્રોફ તેની આગામી ફિલ્મ વૉરને લઈને વ્યસ્ત છે. વૉરમાં ટાઈગર અને હ્રિતિક રોશન સાથે જોવા મળશે. વૉર સિવાય ટાઈગર બાગી-3માં પણ કામ કરી રહ્યો છે.

Share This Article