પાણીની આવકમાં વધારો નોંધાતા પાનમડેમ ૯૨% જેટલો ભરાયો

admin
1 Min Read

પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી પાણીની સારી એવી આવક થતા હાલ ૯૨ ટકા જેટલો ભરાઈ ગયો છે.હાલમાં પાનમ ડેમની જળ સપાટી ૧૨૬.૯૫ મીટર નોધાઈ છે.અને ભયજનક સપાટી ૧૨૭.૪૧ મીટર છે. જો પાણીની આવક ઉપરવાસમાં વધારો થાય તો જ  રૂલર લેવલ જાળવા ડેમના ગેટ ખોલવામા આવશે. હાલમાં પાનમ ડેમની આસપાસનો નજારો પણ ખીલી ઉઠયો હોવાથી પ્રવાસીઓ અહી આવી રહયા છે.અને ડેમનો સુંદર નજારો માણી સેલ્ફી લેવાનો લ્હાવો લઈ રહયા છે .પાનમ ડેમ ખાતે પાણી આવક વધતા અહીં સહેલાણીઓનો નજારો નિહાળવા આવ્યા હતા. ચોમાસાની ઋતુમાં પાનમ ડેમની આસપાસની વનરાજી એક નવુ પ્રાકૃતિક રૂપ ધારણ કર્યુ છે.અહી  આવેલા પ્રવાસીઓએ ડેમને નિહાળવાની સાથે સાથે સામૂહિક સેલ્ફી લેવાનો પણ આનંદ માણ્યો હતો

Share This Article