બોલિવૂડ એક્ટ્રેસ લીઝા હેડનએ આપી ગૂડ ન્યૂઝ

admin
1 Min Read

બોલિવૂડ એક્ટ્રેસ લીઝા હેડન બીજી વખત મા બનવા જઇ રહી છે. એક્ટ્રેસે એક ખુબજ સુંદર તસવીર શેર કરીને આ ગૂડ ન્યૂઝ આપ્યા છે. આ તસવીરમાં લીઝા તેનાં પતિ અને બાળકની સાથે બિચ પર એન્જોય કરતી નજર આવે છે. આ સમયે તેને જોઇને લાગી રહ્યુ છે કે તે ફરીવાર માં બનવા જઇ રહી છે,,,આ તસવીર શેર કરતાં લીઝાએ લખ્યું હતું કે, ‘ચોથાની આવવાની ખુશીમાં’ તેનાંથી સ્પષ્ટ થાય છે કે તેમનાં ઘરે એક નાનકડું મહેમાન આવી રહ્યું છે……..પરિવાર સાથેની તસવીર શેર કરવાની સાથે જ સૌ કોઇ તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. સોનમ કપૂર, એમી જેક્શન, પૂજા હેંગડે ગોહર ખાન, શિવાની દાંડેકર સહિત તમામ મિત્રોએ અને ફેન્સે તેને બીજા બાળકની શુભેચ્છાઓ પાઠવી છે.લીઝા હેડને વર્ષ 2016માં બિઝનેસમેન ડિનો લાલવાણી સાથે લગ્ન કર્યા હતાં વર્ષ 2017માં તેણે તેનાં પહેલાં બાળકને જન્મ આપ્યો હતો…..પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, લીઝાએ વર્ષ 2010માં ફિલ્મ ‘આયશા’થી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સોનમ કપૂર લિડ રોલમાં હતી. જે બાદ તે ‘શોકીન્સ’, ‘હાઉઝફૂલ-3’માં નજર આવી હતી.

Share This Article