સેક્રેડ ગેમની બીજી સિઝન મચાવી રહી છે ધુમ

admin
1 Min Read

15 ઓગષ્ટનાં રોજ સેક્રેડ ગેમની બીજી સિઝનનાં તમામ આઠે આઠ એપિસોડ રિલીઝ થઇ ગયા. આ સાથે જ લોકોની આતુરતાનો અંત આવી ગયો. ત્યારે હવે નેટફ્લિક્સ દ્વારા પંકજ ત્રીપાઠીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.આ વીડિયોમાં પંકજ ત્રિપાઠી ગુરુજીનાં કેરેક્ટર માટે ઓડિશન આપતા નજર આવે છે. આ વીડિયો એક જ દિવસમાં દસ લાખથી વધુ વખત જોવાઇ ચુક્યો છે….વેલ આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે પહેલાં પંકજ ત્રિપાઠીને ગણેશ ગાયતોન્ડોનું પાત્ર આપવામાં આવે છે, પણ તે ડોનનું પાત્ર અદા કરવામાં જામતા ન હતાં બાદમાં તેમને બંટીનું પાત્ર આપવામાં આવે છે. જેમાં એટલી બધી ગાળો છે કે આ પાત્ર ભજવવાની પંકજ ત્રિપાઠી પોતે ના પાડે છે. બાદમાં તેમને ગુરુજીનું પાત્ર અને તેનાં ડાયલોગ્સ આપવામાં આવે છે.પંકજ ત્રિપાઠી જ્યારે આ પાત્રનાં ડાયલોગ્સ બોલે છે તો ત્યાં હાજર સો કોઇ તેમને સાંભળવામાં ખોવાઇ જાય છે. વેલ આ તો નેટફ્લિક્સ દ્વારા આ પ્રમોશનલ વીડિયો બનાવવામાં આવ્યો છે. પણ તે જોઇને ખરેખરમાં પંકજ ત્રિપાઠીનાં એટલે કે ગુરુજીનાં ફેન થઇ જવાય તેવો છે…….

Share This Article