નખત્રાણાના મોટી વિરાણી ગામમાં ભયંકર આગ

admin
1 Min Read

નખત્રાણા પાસે આવેલ વિરાણી ગામમાં દરિયા સ્થાન મંદિર પાસે ખુલ્લા વરંડામાં વોડાફોન કંપનીનો મોબાઈલ ટાવર આવેલો છે. મોબાઈલ ટાવરની બાજુમાં મશીનરીઓ લગાવવામાં આવી છે તે કંટ્રોલરૂમમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉઠેલા જોવા મળ્યા હતા. ગામની વચમાં આવેલા ટાવરમાં આગ લાગવાથી લોકો ભયભીત બની ગયા હતા. આ બનાવ અંગે સ્થાનિક નાગરિકોએ કંપનીને જાણ કરી હતી અને સ્થાનિક નાગરિકોએ જ આ આગને બુઝાવવા માટે જહેમત ઉઠાવી હતી. કંપની નો કોઈપણ ચોકીદાર કે કમઁચારી ત્યાં હાજર રહ્યો ન હતો અગાઉ પણ આ સ્થળે આગ લાગી હતી, ત્યારે પણ કંપનીએ ચોકીદાર રાખેલ ન હતો તેવી વાત ચર્ચામાં આવી હતી. કંપની કરકસર ના બહાને પોતાનો કોઈ કર્મચારી ટાવર ઉપર રાખતા ન હોવાથી આવી ઘટના બને ત્યારે ગામના લોકો ભયભીત બને છે અને નુકસાન થવાની ભીતિ પણ રહે છે. કંપનીઓએ પણ પોતાની જવાબદારી સમજી ટાવર ની મશીનરીનુ યોગ્ય મેન્ટેનન્સ કરી અને તેને સલામત બનાવવી જોઈએ અને એ સમજવું જોઈએ કે ટાવર ગામની વચ્ચોવચ હોય છે અથવા તો ગામની આજુબાજુ હોય છે જે રહેણાંક વિસ્તાર હોય છે. કંપનીએ વધુ કાળજી રાખી મશીનરીની સારસંભાળ સારી રીતે રાખવી જોઈએ જેથી આવી ઘટનાઓ નિવારી શકાય તેમ ગામ લોકોનું માનવું હતું. પરંતુ કંપનીએ પોતાની જવાબદારી સમજવાની જરૂર છે તે આ બનાવથી બહાર આવ્યું છે

Share This Article