દુનિયામાં ભારત સૌથી વધારે વેક્સીન ઉત્પાદન કરતો દેશ

admin
2 Min Read

વિશ્વસ્તરે લાખો લોકોનો ભોગ લઇ ચૂકેલી કોરોના મહામારી સમય જતા ભયંકર રુપ ધારણ કરી રહી છે. એક સમયે માનવામાં આવતુ હતું કે મહામારી ધીમે-ધીમે ખતમ થવાના તબક્કે આવી જશે, પરંતુ કોરોના મહામારી ખતમ થવાનું તો દૂર હવે દુનિયાભરના દેશોમાં ખૂબ જ ઝડપથી ફેલાઇ રહી છે. જેના પરિણામ રુપે વિશ્વસ્તરે એક દિવસમાં લાખોની સંખ્યામાં સંક્રમણના નવા કેસ સામે આવી રહ્યા છે. દુનિયાના કેટલાક દેશોમાં કોરોના મહામારીને ડામવા માટે વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે.

(File Pic)

જેમાં સૌથી વધુ વેક્સીનનું ઉત્પાદન કરી રહેલા ભારત દેશ માટે મેડિકલ એક્સપર્ટ્સનુ માનવુ છે કે કોઇપણ વેક્સીનેશન પ્રોગ્રામને સમગ્ર દુનિયામાં ચલાવવો હોય તો આ પ્રોજેક્ટ ભારત વગર સંભવ નથી. નિષ્ણાંતો મુજબ ભારત દેશ આટલા મોટા પ્રમાણમાં વેક્સીન તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે.

(File Pic)

કોરોના વેક્સીનની વાત કરીએ તો ભારતમાં બે વેક્સીન કેન્ડિડેટ હ્યુમન ટ્રાયલમાં છે, વિશ્વસ્તરે જરુરિયાત અને વસતીને લીધે ભારત આશરે 3 અબજ જેટલી વેક્સીન તૈયાર કરી રહ્યુ છે. જેમાંથી 2 અબજ વેક્સીન નિકાસ કરવામાં આવે છે. દુનિયાભરની દરેક ત્રણ વેક્સીનમાંથી એક વેક્સીન ભારતમાં બનેલી હોય છે. કોરોના વેક્સીન તૈયાર કરવાની પ્રક્રિયામાં વિશ્વમાં અત્યાર સુધી 11 વેક્સીન હ્યુમન ટ્રાયલ સુધી પહોંચી છે. જેમાંથી બે ભારતમાં છે. ભારતની બે કોરોના વેક્સીન કેન્ડિડેટ COVAXIN અને ZyCov-D છે. ભારત બાયોટેક COVAXIN વેક્સીનના હ્યુમન ટ્રાયલની પ્રક્રિયામાં છે, સાથે-સાથે Zydus Cadila પણ એની ZyCov-D કોરોના વેક્સીનના હ્યુમન ટ્રાયલ પર છે. આ સિવાય ભારતની છ અલગ અલગ ફાર્મા કંપનીઓ ગ્લોબલ ઇન્સ્ટિટ્યુટ સાથે મળીને કોરોના વેક્સીન તૈયાર કરવામાં આગળ વધી રહી છે.

Share This Article