દેશની પ્રથમ કોરોના વેક્સીન Covaxinના ટ્રાયલને લઈ આવ્યા રાહતના સમાચાર

admin
2 Min Read

ભારતની પ્રથમ કોરોના વાયરસ વેક્સીન Covaxinનું ટ્રાયલ ઝડપથી આગળ વધી રહ્યુ છે. પીજીઆઈ રોહતકમાં મનુષ્યોપર કરાયેલા તેના ફેઝ 1 ટ્રાયલનો પહેલો ભાગ પુરો થઈ ગયો છે. દેશભરમાં 50 લોકોને આ વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી પીજીઆઈ રોહતકના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી હતી અને રોહતકના વૈજ્ઞાનિકોએ ફેઝ-2ની પ્રક્રિયા પણ શરુ કરી દીધી છે. તેમણે વધુ 6 લોકોને રસીનો ડોઝ આપ્યો છે.

(File Pic)

ટ્રાયલ ટીમમાં પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર ડો.સવિતા શર્માએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે વેક્સિન ટ્રાયલના પ્રાથમિક પરિણામો ‘ઉત્સાહવર્ધક’ છે. મહત્વનું છે કે, Covaxinની સૌથી મોટી ટ્રાયલ દિલ્હી એમ્સમાં ચાલી રહી છે. પહેલા તબક્કામાં અહીં 100 વોલેન્ટિયર્સ પર ટ્રાયલ કરવામાં આવશે.

(File Pic)

સૂત્રોના જણાવ્યાં મુજબ એમ્સમાં ટ્રાયલમાં ભાગ લેવા માટે લગભગ 3500 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 50 ટકાથી વધુ અન્ય રાજ્યના લોકો છે. દિલ્હીમાં રહેતા મોટાભાગના વોલેન્ટિયર્સના શરીરમાં પહેલેથી જ કોરોના વિરુદ્ધ એન્ટીબોડી હાજર છે. જેનો અર્થ એ છે કે તેઓ ટ્રાયલ માટે યોગ્ય નથી. એમ્સમાં શુક્રવારે એક વ્યક્તિને વેક્સિનનો ડોઝ અપાયો હતો. તેને કોઈ પણ પ્રકારનું રિએક્શન થયું નહીં. તેને બે કલાક બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ભારતમાં બનેલી પહેલી કોરોના રસી Covaxinના ફેઝ 1 ટ્રાયલની 15 જુલાઈથી શરૂઆત થઈ હતી.

(File Pic)

એમ્સ પટણા એ પ્રથમ ઈન્સ્ટિટ્યૂટ હતી જ્યાં આ વેક્સિનનો ફેઝ 1ની ટ્રાયલ સૌ પ્રથમ શરૂ થઈ. Covaxin એક ‘ઈનએક્ટિવેટેડ’ વેક્સિન છે. તે એવા કોરોના વાયરસના પાર્ટિકલ્સમાંથી બનેલી છે કે જેમને ખતમ કરી દેવાયા હતાં જેથી કરીને તે ઈન્ફેક્ટ ન કરી શકે. તેના ડોઝથી શરીરમાં વાયરસ વિરુદ્ધ એન્ટીબોડીઝ બને છે.

Share This Article