રાજકોટમાં દિવસેને દિવસે ગુંડાગીરી વધતી જોવા મળી રહી છે. રંગીલા રાજકોટમાં લુખ્ખા તત્વોના આતંકના કારણે મહિલાઓ અને યુવતિઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.
ત્યારે વધુ એક વખત રાજકોટમાં યુવકની લુખ્ખાગીરીનો વિડિયો વાયરલ થયો છે. શહેરમાં એક યુવકની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે યુવક એક મહિલાને અપશબ્દો બોલી રહ્યો છે ને દાદાગીરી કરી રહ્યો છે. વીડિયોમાં તે યુવક ‘CM મારા માસા છે’ એમ કહીને લુખ્ખાગીરી કરતો જોવા મળી રહ્યો છે.
https://twitter.com/schintan19882/status/1287366409119383553?s=20
યુવકની દાદાગીરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. મળતી માહિતી મુજબ રાજકોટના નિર્મલા રોડ પર એક યુવતીની સાઈકલને એક યુવકે કારવડે ટક્કર મારી હતી. જેના બાદ યુવકે દબંગાઈ ઠોકતા કહ્યું કે, મુખ્યમંત્રી મારા માસા છે અને પોલીસ અધિકારીઓ મારા પિતાના મિત્ર છે. આમ, હાલ રાજકોટનો આ કિસ્સો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. વીડિયોમાં યુવાન પોતાનું નામ પાર્થ જસાણી છે તેવું જણાવી રહ્યો છે. સાથે જ કહે છે કે, વિજય રૂપાણી મારા માસા છે. પોલીસમાં પણ ઓળખાણ હોવાનો દાવો કરી યુવકે યુવતીને અપશબ્દો કહ્યા હતા. વીડિયો વાયરલ થતા જ એક તરફ પોલીસ કમિશનરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તો બીજી તરફ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ આની ગંભીર નોંધ લેવાઈ હોવાની ચર્ચા થઈ રહી છે.