ભારત વિકાસ પરિષદ દ્વારા કરાયુ આયોજન

admin
1 Min Read

સેવાકીય કાર્યો કરવામાં હંમેશા અગ્રેસર રહેતી ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા દ્વારા ડીસા ખાતે રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું..આ પ્રસંગે ડીસાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ રાષ્ટ્ર ભક્તિના ગીતો રજૂ કર્યા હતા. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના કેળવાય અને દેશદાજ ઉત્પન્ન થાય તે આશયથી ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા દ્વારા ડીસા ખાતે રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમ પ્રસંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર કમલકાંત પ્રજાપતિ ઉપરાંત ડીસાના અગ્રણી વેપારી ડાહ્યાભાઇ ઠક્કર, વસંતભાઇ ઠક્કર સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલ રાષ્ટ્ર ભક્તિના ગીતોએ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેશભક્તિના રંગમાં રંગી દીધા હતા. આ કાર્યક્રમનું સંયોજન ભારત વિકાસ પરિષદના પ્રવીણભાઈ રાવલ અને ભાર્ગવભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

Share This Article