ભારતમાં કોરોના વેક્સિનની કિંમતને લઈ સામે આવી માહિતી

admin
1 Min Read

વિશ્વ કોરોના વાયરસથી લડી રહ્યું છે અને કોરોના વાયરસને ટક્કર આપવા માટે વેક્સીનને લઈને વિશ્વભરમાં યુદ્ધસ્તરે કામ ચાલી રહ્યું છે. એવામાં ભારત પણ રસીની શોધમાં ક્યાય પાછળ નથી. ભારતની સિરમ ઇન્સ્ટીટયુટ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને વેક્સીન માટે કામ કરી રહી છે ત્યારે આ વેક્સીનની દેશભરમાં ચર્ચા છે. આ દરમિયાન અહેવાલ અનુસાર આ રસીની કિંમત સામે આવી છે.

અહેવાલો અનુસાર ઓક્સફર્ડની કોરોના વાયરસ વેક્સિન 3 ડોલર પ્રતિ ડોઝ રાખવામાં આવી શકે છે. તે અનુસાર પુણેની સિરમ ઇન્સ્ટીટયુટ સાથે મળીને ભારતમાં બની રહેલી વેક્સીનની કિંમત 225 રૂપિયા રાખવામાં આવી શકે છે. જો આ વેક્સિન અંત સુધી સફળ થાય છે તો તેને બજારમાં ઉતારવામાં આવશે, ત્યારે વેક્સિન માટે લાયસન્સ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી પરવાનગી લેવામાં આવશે.

(File Pic)

સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં બનનારી કોરોના વેક્સિનનું નામ કોવિશીલ્ડ આપવામાં આવ્યું છે. કંપનીએ વેક્સિનના સપ્લાય માટે 30 જુલાઈના વેક્સિન વિકસિત કરનારી એક અમેરિકન કંપની નોવાવેક્સ ઇંક સાથે કરાર કર્યો છે. નોંધનીય છે કે હાલમાં ભારતની DCGI ( Drugs Controller General of India )એ સિરમ ઇન્સ્ટીટયુટને ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી હતી. યુકે અને બ્રાઝિલમાં વેક્સીન અત્યારે ત્રીજા ટ્રાયલમાં છે જયારે સાઉથ આફ્રિકામાં વેક્સીનનું પરીક્ષણ 1/2 ટ્રાયલમાં છે.

Share This Article