દિયોદરના ફોરણા ગામેથી ઝડપાયા જુગારીઓ

admin
1 Min Read

જન્માષ્ટમીનો તહેવાર જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ જુગાર રમનારાઓની સંખ્યા વધતી જાય છે. આવામાં પોલીસ પણ કાયદો-વ્યવસ્થા જાળવવા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દે છે. જન્માષ્ટમી તહેવાર નિમિત્તે અનેક જગ્યાઓએ જુગાર રમાડવામાં આવે છે. ત્યારે બનાસકાંઠાના દિયોદરના ફોરણા ગામે પોલીસે જુગારધામ પર દરોડા પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, દિયોદર પોલીસને બાતમી મળી હતી કે ફોરણા ગામે કેટલાક લોકો ગંજીપાનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે ઘટન સ્થળે પહોંચી 31760 રુપિયાના મુદ્દામાલ સાથે સાત જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. મહત્વનુ છે કે,એક દિવસ અગાઉ પણ પોલીસે સેસણ જુના ગામેથી કેટલાક જુગારીઓની ધરપકડ કરી હતી. આપને જણાવી દઈએ કે, શ્રાવણ માસમાં જુગાર રમતા જુગારીઓની સંખ્યામાં વધારો થતો હોય છે. ત્યારે શ્રાવણિયા જુગાર પર પોલીસે ધોંસ વધારી છે. ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે જુગારધામો પર પોલીસ ચાંપતી નજર રાખતી હોય છે.

Share This Article