આતંકી હુમલાની દહેશતના પગલે એલર્ટ

admin
1 Min Read

જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ બાદ પાકિસ્તાનની ઊંઘ હરામ થતા આતંકીઓ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી શકે છે. આઇબીને ઇનપુટ મળતા ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. આઈબીના રિપોર્ટ બાદ સમગ્ર ગુજરાતની બોર્ડરોને સીલ કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છની દરિયાઈ અને ખાડી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.. સાથે સાથે કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપવામાં આવ્યા છે. તેમજ મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ પર પણ પોલીસ તેમજ એસઆરપી જવાનો દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. હથિયારોથી સજ્જ પોલીસ જવાનો દ્વારા તમામ વાહનોનું ચેકિંગ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દાહોદ જીલ્લાની તમામ ચેકપોસ્ટ પર જીલ્લા પોલીસ વિભાગ દ્વારા કડક વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી 70 વર્ષ જૂની 370ની કલમ હટાવી હોવાથી આતંકી હુમલાની દહેશતના પગલે ભારત સરકારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોને એલર્ટના આદેશો આપ્યા છે. જેથી ગૃહ વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. જે પવિત્ર યાત્રાધામ, એરપોર્ટ, રેલવે, એસટી બસ સ્ટોપ સહિતના જાહેર સ્થળો પર સુરક્ષા વધારીને તેમજ ઠેર ઠેર નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Share This Article