દબંગ 3ના સેટ પર મોબાઇલ બૅન કરવા છતાં લીક થયા ફોટોઝ

admin
1 Min Read

દબંગ 3ના સેટ પરથી ગત સપ્તાહે શુટીંગના ફોટોઝ લીક થયા બાદ સલમાન ખાને શુટીંગ લોકેશન પર મોબાઇલ ફોન લાવવા પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારે મળી રહેલ સમાચાર પ્રમાણે મોબાઇલ ફોનના બેન છતાં દબંગ 3ના શુટીંગના સેટ પરથી ફરી ફોટો લીક થયાની ઘટના સામે આવી છે.સલમાન નથી ઇચ્છતો કે ફિલ્મના કોઈ પણ સીન લીક થાય. સેટ પર ફોન બૅન મુકવા પાછળનું કારણ એ પણ હતું કે ફિલ્મ સાથે મહેશ માંજરેકરની દિકરી સઈ માંજરેકર બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે અને સલમાન નથી ઈચ્છતા કે તેનો લૂક રિવીલ થાય.. વાઈરલ થયેલા ફોટોમાં સઈ તો બરાબર જોવા નથી મળતી. પરંતુ સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા નજર આવી રહ્યાં છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને સલમાન લીડમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી ફ્લેશબૅકમાં ચાલશે. જો કે હજુ સુધી સઈનો લુક જાહેર કરાયો નથી. ફિલ્મમાં યંગ સલમાન દેખાવા તેણે 8 કિલો વજન ઓછુ કર્યું હતું.

Share This Article