મિશન મંગલમાં ​ઍક્ટ્રેસિસ વચ્ચે ક્યારેય કૅટફાઇટ થઈ નથી : વિદ્યા

admin
1 Min Read

બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને જણાવ્યું હતું કે ‘મિશન મંગલ’ના શૂટિંગ દરમ્યાન કદી પણ ઍક્ટ્રેસ‌િસ વચ્ચે કૅટફાઇટ નથી થઈ. એવી માન્યતા હોય છે કે જ્યારે એકથી વધુ મહિલા અભિનેત્રી એક ફિલ્મમાં સાથે કામ કરતી હોય તો તેમની વચ્ચે લડાઈ થાય એ સ્વાભાવિક છે. ‘મિશન મંગલ’માં અક્ષયકુમાર અને શર્મન જોષીની સાથે વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી અને નિથ્યા મેનન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. કૅટ ફાઇટ વિશે વિદ્યા બાલને કહ્યું હતું કે ‘આ બધી પાયાવિહોણી વાતો છે. લોકોનું માનવું છે કે જ્યારે ફીમેલ ઍક્ટર્સ એકસાથે કામ કરે છે તો તેમની વચ્ચે તણાવ અને અસલામતી વધુ હોય છે. પણ મારા અનુભવ પ્રમાણે તો આવું બધું નથી હોતું. મેં ‘બેગમ જાન’માં કેટલીક ફીમેલ ઍક્ટર્સ સાથે કામ કર્યું હતું. એ વખતે કદી પણ અમારા વચ્ચે કોઈ મતભેદ નહોતા થયા. તાપસી પન્નુ, નિથ્યા મેનન, સોનાક્ષી સિંહા અને કીર્તિ કુલ્હારી પોતાના દમ પર સ્ટાર્સ બન્યાં છે. અમે બધાં સિક્યૉર છીએ. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ મજેદાર રહ્યો હતો. હવે સમય આવી ગયો છે કે ભારતમાં ફીમેલ રોડ ટ્રિપ પર ફિલ્મ બનાવવામાં આવે. કૅટફાઇટ ભૂતકાળમાં થતી હતી. જોકે આજે મહિલાઓ એકબીજાની પડખે ઊભી રહે છે.’

Share This Article