કોરોનાકાળમાં નોકરી ગુમાવનાર લોકોની મદદે આવી મોદી સરકાર

admin
1 Min Read

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનના પગલે આર્થિક મંદીના કારણે એપ્રિલથી અત્યાર સુધી ઘણા નોકરીયાત લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. સ્થિતિ એવી છે કે હજી પણ ઘણા ઉદ્યોગો અને કંપનીઓ બંધ છે તે પોતાના કામ પહેલાની જેમ શરુ કરી શક્યા નથી.

(File Pic)

ત્યારે આ સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર હવે નોકરી ગુમાવનાર લોકોની મદદ માટે આગળ આવી છે. મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારે કોરોના મહામારીમાં નોકરી ગુમાવનારા કામદારોને ત્રણ મહિના સુધી તેમના પગારના 50% બેકારી ભથ્થું આપશે. આ લાભ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ (ઈએસઆઈ) હેઠળ આવતા લોકોને મળશે.

(File Pic)

એક અનુમાન પ્રમાણે, કોરોના કાળમાં ઈએસઆઈમાં રજિસ્ટર્ડ 80 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. આ વર્ષે 24 માર્ચથી 31 ડિસેમ્બર વચ્ચે ગઈ છે અથ‌વા જવાની છે, તેમને આ યોજનામાં આવરી લેવાશે.

(File Pic)

એટલે કે આશરે 41 લાખ લોકોને આ નિર્ણયથી ફાયદો થશે. આ યોજના માટે રૂ. 6,700 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારની આગેવાની ધરાવતા ઈએસઆઈ બોર્ડે પણ મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યુ છે. સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી નોકરી ગુમાવનાર લોકોને મોટી રાહત થઈ શકે છે.

Share This Article