છત્રાલા ગામથી વિજયનગર સુધીનો રસ્તો છે બિસ્માર

admin
1 Min Read

ડીસા તાલુકાના છત્રાલા ગામથી ૩ કીલોમીટર, વિજયનગર સુધી કાચો રસ્તો હોવાથી ગ્રામજનો પાકો રસ્તો બનાવવા માંગ કરી રહ્યા છે. પરંતુ તંત્રને લેખિત રજૂઆત તેમજ છત્રાલા પંચાયત દ્વારા ઠરાવ રજૂ કર્યો હોવા છતાં કોઇ જ રસ્તાનો નિકાલ આવ્યો નથી. જેના કારણે વિજયનગર પ્રાથમિક શાળામાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વરસાદી પાણી ભરાઇ જતાં ખૂબ તકલીફ પડી રહી છે વધુ પડતા કિચડ તેમજ પાણી ભરાઇ જવાના કારણે વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે. તો બીજી બાજુ પશુપાલકો દૂધ ભરાવવા સવાર-સાંજ ગામમા જતા હોવાથી તેમને પણ ખુબ જ તકલીફ પડી રહી છે. રસ્તા પર પાણી તેમજ કાદવ કીચડ થતો હોવાના કારણે અકસ્માત પણ થઈ શકે તેમ છે. ત્યારે ગ્રામજનો તેમજ છત્રાલા ગામના સરપંચ દ્વારા રસ્તો તાત્કાલિક મંજૂર થાય તે માટે માંગ કરવામાં આવી છે.

Share This Article