ડીસામાં નવા તૈયાર કરેલ રોડ પર પડ્યા ખાડા

admin
2 Min Read

ડીસા શહેરમાં ભાજપ સાશીત પાલિકા દ્વારા શહેરી વિકાસ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ આ ખર્ચ બાદ વિકાસની શું દશા છે? તેને લઈ હાલ સવાલો ઉભા થઈ રહ્યા છે. ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપે પોતાનું સોપાન સભાળ્યું છે ત્યાંથી શહેરમાં અનેક વિકાસ તો થઈ રહ્યા છે પરંતુ વિકાસના કામો થયાના થોડા સમય પછી તે કામોની શુ સ્થિતિ હોય છે તે જાણવા માટે આજે અમારા પત્રકાર દ્વારા ડીસા શહેરની મુલાકાત કરવામાં આવી.

ડીસામાં થોડા દિવસ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ડીસાના સ્મશાન ગૃહમાં ખાતમુહૂર્ત કરવા માટે આવવાના હતા તેને લઈ લાખો રૂપિયાના ખર્ચે નવા રોડ બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માત્ર નજીવા વરસાદમાં જ નવા બનેલા રોડો પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ ડીસા શહેરના રીસાલા ચોકથી નવાવાસ તરફ જતા રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઉપરાંત શાળાએ જતાં બાળકોના પણ આ ખાડામાં પડવાના બનાવો બહાર આવતા અહીં રહેતી સ્થાનિક મહિલાઓએ નગરપાલિકાનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકા દ્વારા રોડ બનાવવા માટે લાખો રૂપિયાના ખર્ચાં કરવામાં આવે છે પરંતુ થોડા જ સમયમાં આ નવા રોડ તૂટી જતા લોકોને આ રોડ ઉપરથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે…

Share This Article