ડીસામાં મહેસુલ વિભાગના કર્મચારીઓના ધરણા

admin
1 Min Read

ડીસા મહેસુલ વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી કાળીપટ્ટી ધારણ કરી સુત્રોચાર કર્યા હતા. રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્રારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે બાયો ચડાવી છે.મહેસુલ કર્મચારી મહામંડળ રેવન્યુ તલાટી સંગવર્ન મહેસુલ વિભાગમાંથી રદ કરી પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરવા ઉપરાંત સરકારના હુકમથી ક્લાર્ક સવર્ગના કર્મચારીને નાયબ મામલતદાર કક્ષામાંથી પ્રમોશન આપી જિલ્લામા જગ્યા ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવેલ છે.જેથી આવા કર્મચારીઓને મૂળ મહેકમના જિલ્લામાં મુકવા સહિત કુલ સત્તર મુદા સાથે માંગણીઓને લઈ સરકાર સામે બાયો ચડાવી છે.શનિવારે તમામ કર્મચારીઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા યોજ્યા હતા.ત્યારે સોમવારે મહેસુલ કર્મચારીઓએ નાયબ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે આગામી 26 ઓગસ્ટના રોજ તમામ કર્મચારીઓ માસ.સી.એલ પર ઉતરી જિલ્લા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરશે તેમજ આગામી 29 ઓગસ્ટથી અચોક્ક્સ મુદતની હડતાલ પર ઉતરશે…

Share This Article